Saturday, November 25, 2017

"સમાજરત્ન મુરબ્બી શ્રીઇશ્વરભાઈ પડિયા"

"સમાજરત્ન મુરબ્બી શ્રીઇશ્વરભાઈ પડિયા"


પ્રેરણા અને પ્રતિભાનું ઊજળું સંસ્કારધન એટલે "સમાજરત્ન મુરબ્બી શ્રીઇશ્વરભાઈ પડિયા" 

   મનુષ્ય જ્યારે પૃથ્વી પર જન્મ લે છે ત્યારે પોતાનું ભાગ્ય લઇને જન્મે છે, પણ પછી તે પ્રારબદ્ધના પ્રતાપે શ્વાસ નથી લેતો. પુરુષાર્થના પરિબળથી એ પોતાની કારકિર્દી ઘડે છે. મહાનગરી મુંબઈ મલાડના  મુઠ્ઠી ઉંચેરા માનવી મુરબ્બી શ્રીઇશ્વરભાઈ પડિયાએ પ્રબળ પુરુષાર્થથી જીવનને ઉચ્ચતમ કોટીના સારા સંસ્કારોથી શણગાર્યું છે. જે માણસ જીવનની પળેપળનો સદ્ઉપયોગ કરીને વાસ્તવિક અને સેવાના હિમાલયની ટોચ પર જવાની નિષ્ઠા ધરાવતો હોય તો એને પગલે પગલે પગથિયાં ઊગે, એના શ્વાસે શ્વાસે સત્યનું સૌંદર્ય જન્મે. નિર્ભેળ નિખાલસતા, મૌલિક  મનની મીઠપ અને ગમ્મતે મળનાર વ્યક્તિ ને પ્રથમ દ્રષ્ટિએ જ પોતાના બનાવી લે એવા ગુલાબી વ્યતિત્વના ધણી મુરબ્બી શ્રીઇશ્વરભાઈ પડિયા અસંખ્ય સેવાકાર્યોના પ્રતાપે જ આજે આ સ્થાને પહોંચ્યા છે. ત્યારે આગામી ચોથી ડિસેમ્બરે મહાનગરી મુંબઈના કાંદિવલી પશ્ચિમ સ્થિત ભુરાભાઇ હોલમાં  તેમનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. તેનું ગૌરવ તો માત્ર ખત્રી કે ભ્રહ્મક્ષત્રી સમાજ કે અમારો ભાટિયા સમાજ કે માત્ર અન્ય સમાજ નહીતો,મહાનગરી મુંબઈગરાઓ સહ દરેક સમાજના લોકો, આગેવાનો મુંબઈના પ્રતિષ્ઠિત નાગરિકો,નામાંકિત વ્યવસાયિકો,ગુરુજન -વિશ્વ્ સંત  શ્રી રમેશભાઈ ઓઝા ભાઈશ્રી,રાષ્ટ્ર સંત , અને તેમનો વિશાળ મિત્ર વર્તુળ અને સમાજનો બહોળો વર્ગ આજે અનુભવે છે. સંસાર સાગરની મુસાફરીમાં પોતાની કુનેહ બુદ્ધિ દ્વારા વ્યવસાય થકી ઉપાર્જિત થયેલી લક્ષ્મીને સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો પાછળ વાપરી માનવતાને ઉજાગર કરવાની સાથે તેમણે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું  છે.સમગ્ર મુંબઈગરા જ નહીતો વિશ્વ્ ના લોકો સાક્ષી છે,એમની કર્તવ્યપરાયણતાની ગાથા તો બહુ લાંબી છે પણ છેલ્લા ચાર દાયકાથી પણ વધારે સમયથી તેઓ શિક્ષણ, સંસ્કૃતિ, સામાજિક, ધાર્મિક,આધ્યાત્મિક, આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ પાછળ મહાનગરી મુંબઈ ઉપરાંત ગુજરાત,દેશ - વિદેશ સહિતના સ્થળોએ ઉદાર હાથે આપેલા દાન થકી ઘણા સત્કાર્યો સાકાર પામ્યા છે. છેલ્લા પાંચેક દાયકાથી વધારે સમયથી મુંબઇને કર્મભૂમિ બનાવી નાયલોન બેન્ગલ વ્યવસાય અપનાવી એશિયાના જ નહિ પણ વિશ્વ્  ભરના અનેક દેશો માં અંકે કરેલી સામાજિક પ્રતિષ્ઠા  અને ગૌરવ થકી મહારાષ્ટ્ર સરકારે તેમને અનેક વખત એસ.ઇ.એમ.ની પદવીથી નવાજેશ કરી હતી. અદમ્ય  ઉત્સાહ તથા પ્રખર વ્યક્તિત્વના તેજથી અનેક ધાર્મિક, આધ્યાત્મિક,સામાજિક, ઔદ્યોગિક પ્રવૃત્તિઓના પ્રણેતા બની તેઓ ઉજ્જવળ માર્ગે અનેરી પ્રગતિ કરી રહ્યા છે.મુંબઇના વિવિધ પરા વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી આપેલા પ્રદાન જેવી સેવાના જાહેર સ્તંભો  મોજુદ છે.પોતાનામાં રહેલા વિવેક બુદ્ધિપ્રકાશથી સેવાના વટવૃક્ષને પ્રેમથી પાણીનું સિંચન તેમણે કર્યું છે. સમાજના ગરીબ અને મધ્યમવર્ગના નાના માણસો ઉપરાંત સહિયારી સેવાના સંગાથીઓના મનમાં તેઓ ખત્રી સમાજ ,બ્રહ્મક્ષત્રિય સમાજના સમાજરત્નનો મોભો પામ્યા છે જેની અત્રે નોંધ લેવી ઘટે છે. 


 મુંબઈના ઉપનગર મલાડ સ્થિત એન.એલ.હાઈસ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ બાદ જીવનમાં કંઇક પ્રાપ્ત કરવાના સ્વપ્ન સાથે છેલ્લા છ દાયકાથી મુંબઇને કર્મભૂમિ બનાવનાર મુરબ્બી શ્રીઇશ્વરભાઈ પડિયા આગળ વધતા જ રહ્યા છે. બઁગડી ઉદ્યોગ ક્ષેત્રે નાયલોન બેન્ગલના નામથી ફેક્ટરી શરૂ કરીને ખૂબ પ્રગતિનો પંથ સર કર્યો છે. વ્યવસાયમાં સફળતાનાં સોપાન સર કર્યા પછી ન માત્ર પોતાના પૂરતું, પરંતુ મારો સમાજ પણ દરેક ક્ષેત્રે આગળ વધે એવી ઉમદા ભાવના સાથે સામાજિક-ધાર્મિક-શિક્ષણ, રમત-ગમત જેવી અનેક પ્રવૃત્તિઓમાં તેરા તુજ કો અર્પણના ભાવ સાથે આર્થિક સહયોગ આપતા આવ્યા છે. નાનામાં નાની વ્યક્તિને પ્રેમભાવથી પૂછા કરીને બનતી તમામ મદદ કરવા હંમેશાં તત્પર રહેલા આ મહાનુભાવનો અનુભવ આ લખનારને તો થયો જ છે સાથે વરિષ્ઠ પત્રકાર સ્વ.મકરન્દ શુક્લના પાસેથીતેમની અનેક વાતો સાંભળવા મળી હતી.મુરબ્બી શ્રીઇશ્વરભાઈ પડિયા વિશેની ઘણી બધી વાતો, તેમના વખાણ હમ્મેશા મારી પાસે મકરન્દભાઈ વાગોળતા,મુરબ્બી શ્રીઇશ્વરભાઈ પડિયાના સમાજ લક્ષી કાર્યો ,તેમની કાર્ય પ્રણાલિ વિષે તેમના સ્વભાવ અંગેની મીઠપ બાબતે મકરન્દ ભાઈ હંમેશા મને કહેતા થાકતા નહિ.મુરબ્બી શ્રીઇશ્વરભાઈ પડિયાની " દિલની વાત મન્ચ ઉપરથી કહી શકે એવા મકરન્દ ભાઈ જેવા આપ્તજનની ખોટ આજના રૂડા અવસરે અમને સાલે છે.મુરબ્બી શ્રીઇશ્વરભાઈ પડિયાએ અનેક અનુભવો  જેવી અનેકવિધ સંસ્થાઓમાં આર્થિક સહયોગની ઉદાર હાથે સરવાણી વહેવડાવી છે. મહાનતા સાથે નમ્રતાને અપનાવનાર મહાન ગણાય એ વાત મુરબ્બી શ્રીઇશ્વરભાઈ પડિયા એ સાર્થક કરી છે.  મુરબ્બી શ્રીઇશ્વરભાઈ પડિયા ના  75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનારા અમૃત મહોત્સવની પૂર્વ સંધ્યાએ સમસ્ત ભાટિયા સમાજ વતી "ગ્લોબલ ભાટિયા સમાજ "અને "ભાટિયા કયુમ્યુનિટી મિશન ફાઉન્ડેશન"ના પ્રમુખની રૂએ,કાઉન્સિલર ઓફ ટ્રિનિટી વર્લ્ડ યુનિવર્સિટી યુકે.અને કાઉન્સિલર ઓફ ન્યૂએજ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી યુ.એસ. અને ઇન્ડિયન બોર્ડ ઓફ અલ્ટરનેટિવ મેડીસીન મહારાષ્ટ્ર તથા હોલીએન્જલ કોલેજ મુંબઈના સ્થાપક પ્રમુખની રૂએ મુરબ્બી શ્રીઇશ્વરભાઈ પડિયાને ખૂબ ખૂબ શુભેચ્છા. ભગવાન શ્રીકૃષ્ણ આપને દીર્ઘાયુ બક્ષે અને આપની તંદુરસ્તી સલામત રહે અને સમાજ અને પરિવાર ની આપ દ્રારા કૃપા રહે તેવી શુભેચ્છા  -   ડોક્ટર પ્રવીણ ભાટિયા -પુરેચા ના જયશ્રીકૃષ્ણ 


No comments: